મતદાર યાદી ખાસ સુધારણા ઝુંબેશ – SIRના ગણતરીના તબક્કામાં રાજ્યમાં 99.76 ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. રાજ્યભરમાં અંદાજે 5 કરોડ મતદારોને ગણતરી ફોર્મના વિતરણથી માંડી તેના ડિજીટાઈઝેશનની કામગીરી મિશન મોડ પર કરવામાં આવી છે. આ દરમિયાન કુલ 74 લાખથી વધુ ગણતરી ફોર્મ્સ અનકલેક્ટેડ રહ્યાં છે. જ્યારે 33 જિલ્લાઓમાં 4.21 લાખથી વધુ સિનિયર સિટીઝન મતદારોની ઓળખ, 11.58 લાખથી વધુ ડેમોગ્રાફિકલી સિમિલર એન્ટ્રી – DSEની ચકાસણી કરાશે.આણંદ જિલ્લામાં મતદાર યાદી ખાસ સુધારણા ઝુંબેશ – SIR અંતર્ગત ડિઝીટાઈઝેશનની કામગીરી 100 ટકા પૂર્ણ કરવામાં આવી છે. જેમાં જિલ્લાની તમામ 7 વિધાનસભા મતવિસ્તારમાંથી 15 લાખ 73 હજારથી વધુ મતદારોએ ફોર્મ પરત આપ્યા છે. 69 હજાર 500થી વધુ મતદારો મૃત્યુ પામ્યા અને 9 હજાર 284 જેટલા મતદારોએ પોતાના ફોર્મ બીએલઓ ને પરત કર્યા નથી.સુરતના કુલ 16 વિધાનસભા વિસ્તારમાં SIR ડિજીટાઈઝેશનની 100 ટકા પ્રક્રિયા પૂર્ણ થયું હોવાનું જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીએ જણાવ્યું હતું. જેમાં કુલ 35 લાખ 90 હજારથી વધુ મતદારોનું EF ડિજીટાઈઝેશન અને 12 લાખ 68 હજારથી વધુ મતદારોનું ASD તરીકે ડિજીટાઈઝેશન પૂર્ણ કરાયું છે.રાજકોટ જિલ્લામાં પણ કુલ 20 લાખ 46 હજારથી વધુ મતદારોનું EF ડિજીટાઈઝેશન તથા 3 લાખ 44 થી વધુ મતદારોનું ASD તરીકે ડિજીટાઈઝેશન પૂર્ણ કરાયું છે.તાપી જિલ્લામાં SIR ની કામગીરી 92 ટકા થી વધુ પૂર્ણ થઈ છે. સો ટકા કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ થઈ કરાશે.
Site Admin | ડિસેમ્બર 9, 2025 9:26 એ એમ (AM)
મતદાર યાદી ખાસ સુધારણા ઝુંબેશ અંતર્ગત રાજ્યમાં 99.76 ટકા કામગીરી પૂર્ણ