મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા-SIRની મુસદ્દા મતદાર યાદી આવતીકાલે પ્રસિદ્ધ થશે. મતદારો મુખ્ય ચૂંટણી અધિકારીની વેબસાઇટ ceo.gujarat.gov.in, વોટર પોર્ટલ : voters.eci.gov.in, ECINET App, BLO પાસેથી તેમજ જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી/ERO/AERO કચેરી ખાતેથી પોતાનું નામ ચકાસી શકશે. મતદારયાદી પ્રસિદ્ધ થયા બાદ, 18 જાન્યુઆરી 2026 સુધી મતદારયાદી સબંધી વાંધા-દાવા રજૂ કરી શકાશે.
મુસદ્દા મતદાર યાદીમાં નામ ન હોય તો મતદારયાદીમાં નામ દાખલ કરાવવા માટે ફોર્મ નં.6 ભરીને તેની સાથે સોગંદનામું રજૂ કરીને તથા જરૂરી આધાર પુરાવાના દસ્તાવેજ સામેલ રાખીને ઓન લાઇન/ઓફ લાઇન અરજી કરી શકાશે. જો મુસદ્દા મતદારયાદીમાં દર્શાવેલ વિગતોમાં કોઇ ભૂલ હોય તો જરૂરી આધાર પુરાવાના દસ્તાવેજ સાથે ફોર્મ નં.8 ભરીને અરજી કરી શકાશે. મુસદ્દા મતદારયાદીમાં કોઇ પણ પ્રકારનો વાંધો રજૂ કરવા માટે ફોર્મ નં.7 ભરીને અરજી કરી શકાશે.
Site Admin | ડિસેમ્બર 18, 2025 7:56 પી એમ(PM)
મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા-SIRની મુસદ્દા મતદાર યાદી આવતીકાલે પ્રસિદ્ધ થશે