ડિસેમ્બર 13, 2025 9:46 એ એમ (AM)

printer

મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ – અંતર્ગત રાજ્યની તમામ 182 વિધાનસભા મતવિસ્તારમાં ગણતરીના તબક્કાની 100 ટકા કામગીરી પૂર્ણ

મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ – SIR અંતર્ગત રાજ્યની તમામ 182 વિધાનસભા મતવિસ્તારમાં ગણતરીના તબક્કાની 100 ટકા કામગીરી પૂર્ણ થઈ ચુકી છે. વિધાનસભા બેઠક દીઠ દરેક BLO દ્વારા BLA સાથે મિટિંગ કરીને તૈયાર કરાયેલી ગેરહાજર/સ્થળાંતરિત/મૃતક મતદારોની યાદી તૈયાર કરવામાં આવી છે. આ યાદી કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારીઓ તથા મુખ્ય નિર્વાચન અધિકારીની વેબસાઈટ પર પણ પ્રદર્શિત કરવામાં આવી છે. ગેરહાજર, સ્થળાંતરિત અથવા ASD યાદીમાં નામ હોય તેવા મતદારો ફોર્મ નં 6 ભરીને મતદારયાદીમાં નામ સામેલ કરાવી શકશે. ASD યાદીમાં નામ ન હોય તેવા મતદારો વિગતોમાં સુધારા માટે ફોર્મ નં 8 ભરી BLOને આપી શકશે.