એપ્રિલ 4, 2025 8:26 એ એમ (AM)

printer

મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાના બંધારણીય ઠરાવને સંસદની મંજૂરી

સંસદે મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની પુષ્ટિ કરતા બંધારણીય ઠરાવને મંજૂરી આપી છે. રાજ્યસભાએ તેને મંજૂરી આપી. આ દરખાસ્ત આ વર્ષે ૧૩ ફેબ્રુઆરીએ બંધારણની કલમ ૩૫૬ (૧) હેઠળ મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસનની ઘોષણા સાથે સંબંધિત છે. લોકસભાએ તેને પહેલાથી જ મંજૂરી આપી દીધી છે.
પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ગયા વર્ષે નવેમ્બરથી મણિપુરમાં કોઈ હિંસાના સમાચાર નથી.