મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું છે. ગૃહ મંત્રાલયે આ અંગે સત્તાવાર જાહેરનામું બહાર પાડ્યું છે. જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મણિપુરના રાજ્યપાલ તરફથી મળેલા એક અહેવાલ પર વિચાર કર્યા બાદ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા મુખ્યમંત્રી એન બિરેન સિંહે રાજીનામું આપ્યું હતું. બંધારણના અનુચ્છેદ 356 દ્વારા મળેલી સત્તાઓનો ઉપયોગ કરીને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું છે. જાહેરનામામાં જણાવાયું છે કે વિધાનસભાને પણ સ્થગિત કરવામાં આવી છે.
Site Admin | ફેબ્રુવારી 14, 2025 10:04 એ એમ (AM)
મણિપુરમાં રાષ્ટ્રપતિશાસન લાગુ કરવામાં આવ્યુ.
