ભારતીય સેનાના પૂર્વીય કમાન્ડે મણિપુરના ચંદેલ જિલ્લામાં એક શંકાસ્પદ આતંકવાદી જૂથના 10 સભ્યોને ઠાર કર્યા છે. કમાન્ડે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે ચોક્કસ ગુપ્તચર અહેવાલના આધારે, આ વિસ્તારમાં એક ઓપરેશન શરૂ કરાયું હતું.
ઓપરેશન દરમિયાન, આતંકવાદી જૂથે સેના પર હુમલો કર્યો અને જવાબી કાર્યવાહીમાં 10 આતંકવાદી માર્યા ગયા. સેનાએ મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો છે. આતંકીઓને શોધવા માટે ઓપરેશન ચાલી રહ્યું છે.
Site Admin | મે 15, 2025 2:24 પી એમ(PM)
મણિપુરમાં મ્યાનમારની સરહદ પર દસ શંકાસ્પદ આતંકવાદીઓને ઢાળી દેવાયાં.