મણિપુરના રાજ્યપાલ અજય કુમાર ભલ્લાએ ઇમ્ફાલમાં મણિપુર યુનિવર્સિટીના પ્રાણીશાસ્ત્ર વિભાગમાં નવી વિકસિત મહસીર હેચરી અને ઇચથિઓલોજી અને જળચરઉછેર પ્રયોગશાળાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રયોગશાળા ઉત્તરાખંડના ભીમતાલ સ્થિત ICAR-સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોલ્ડવોટર ફિશરીઝ રિસર્ચ અને મણિપુર યુનિવર્સિટી દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવી છે. ઉદ્ઘાટન સમારોહને સંબોધતા રાજ્યપાલે કહ્યું, માછલી હંમેશા આપણી સંસ્કૃતિનો અભિન્ન ભાગ રહી છે અને મણિપુરના આર્થિક વિકાસ માટે મત્સ્યઉદ્યોગ ક્ષેત્રને મજબૂત બનાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું, રાજ્યમાં તળાવો, નદીઓ, અને જળાશયો જેવા વિપુલ પ્રમાણમાં જળસંગ્રહ છે અને તેથી સમૃદ્ધ મત્સ્યદ્યોગ વિકસાવવાની અપાર સંભાવનાઓ છે.શ્રી ભલ્લાએ જણાવ્યું કે, ભારત સરકારે મત્સ્યઉદ્યોગના વિકાસ માટે ઘણી યોજનાઓ રજૂ કરી છે, જેમાં પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાનો પણ સમાવેશ થાય છે. આ યોજનાઓનો લાભ લેવા તેમણે અપીલ કરી હતી.
Site Admin | માર્ચ 11, 2025 9:42 એ એમ (AM)
મણિપુરના રાજ્યપાલ અજય કુમાર ભલ્લાએ ઇમ્ફાલમાં મણિપુર યુનિવર્સિટીના પ્રાણીશાસ્ત્ર વિભાગમાં નવી વિકસિત મહસીર હેચરી અને ઇચથિઓલોજી અને જળચરઉછેર પ્રયોગશાળાનું ઉદ્ઘાટન કર્યું હતું.
