ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 10, 2025 2:14 પી એમ(PM)

printer

મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે રાજીનામું આપ્યાના થોડા કલાકો પછી,રાજ્યપાલ અજય કુમાર ભલ્લાએ આજ થી શરૂ થનાર પ્રસ્તાવિત વિધાનસભા સત્ર રદ કરી દીધું હતું

મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે રાજીનામું આપ્યાના થોડા કલાકો પછી,રાજ્યપાલ અજય કુમાર ભલ્લાએ આજ થી શરૂ થનાર પ્રસ્તાવિત વિધાનસભા સત્ર રદ કરી દીધું હતું . રાજ્યપાલે, બિરેન સિંહનું રાજીનામું સ્વીકારી લીધું છે. હાલ પૂરતું,બિરેન સિંહ કાર્યકારી મુખ્યમંત્રી રહેશે.રાજ્યપાલે 24 જાન્યુઆરીના રોજ જારી કરાયેલા તેમના અગાઉના આદેશને રદ કર્યો, જેમાં વિધાનસભા સત્ર બોલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજ્યમાં ચાલી રહેલી રાજકીય અસ્થિરતા વચ્ચે આ પગલું લેવામાં આવ્યું છે. મણિપુરમાં અશાંત પરિસ્થિતિ વચ્ચે સરકાર ચલાવનારા બિરેન સિંહે, ગઇકાલે રાજભવન ખાતે ભાજપના નેતાઓ અને ધારાસભ્યોની હાજરીમાં પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું.