કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ગાંધીનગરના દહેગામ ખાતેથી મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદીનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે શ્રી વાઘાણીએ ખેડૂતો સાથે વાતચીત પણ કરી હતી. બજાર કરતા વધુ ભાવે જણસીની ખરીદી કરવા બદલ ખેડૂતોએ રાજ્ય સરકારનો આભાર માન્યો.
ઉલ્લેખનીય છે કે, ખેડૂતો પાસેથી 15 હજાર કરોડથી વધુની કિંમતની મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી કરવામાં આવી રહી છે. આજથી શરૂ થયેલી ખરીદીનું ગાંધીનગરના કૃષિ ભવન ખાતેથી લાઈવ મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. રાજ્યભરમાં કુલ 97 કેન્દ્રો પર આજથી ખરીદીની શરૂ કરવામાં આવી છે, જ્યારે આવતીકાલથી રાજ્યના કુલ 300 કેન્દ્રો પરથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરાશે.
Site Admin | નવેમ્બર 9, 2025 7:14 પી એમ(PM)
મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદીનો આજથી રાજ્યવ્યાપી શુભારંભ થયો