ચાલુ સિઝનમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનનું ટેકાના ભાવે વેચાણ કરવા ખેડૂતો પહેલી સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર સુધી નોંધણી કરાવી શકશે.
આ અંગે વધુ માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યુ, ટેકાના ભાવે વેચાણનો મહત્તમ ખેડૂતો લાભ લઇ શકે તે માટે આગોતરા આયોજનના ભાગરૂપે અત્યારથી જ નોંધણી શરૂ કરાઇ છે.
ખેડૂતો ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી ઈ-સમૃદ્ધી પોર્ટલ પર વિનામૂલ્યે નોંધણી કરાવી શકશે.
Site Admin | ઓગસ્ટ 28, 2025 7:12 પી એમ(PM)
મગફળી, મગ, અડદ અને સોયાબીનનું ટેકાના ભાવે વેચાણ કરવા ખેડૂતો 15 સપ્ટેમ્બર સુધી નોંધણી કરાવી શકશે