મગફળીના વાવેતર અને ઉત્પાદનમાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે સૌથી વધુ 22 લાખ હેક્ટર વિસ્તારમાં મગફળીના વાવેતર અને દેશના અંદાજીત કુલ ઉત્પાદનમાં 50 ટકા ફાળા સાથે રાજ્ય અગ્રેસર છે. તેમણે જણાવ્યું કે આ વર્ષે મગફળીના સામાન્ય વાવેતર વિસ્તારની સરખામણીએ 25 ટકાના વધારા સાથે રાજ્યમાં અત્યાર સુધીનું સૌથી વધુ મગફળીનું વાવેતર થયું છે. આ વર્ષે રાજયનું મગફળી ઉત્પાદન વર્ષ 2017-19ની સરખામણીએ ત્રણ ગણા વધારા સાથે રાજ્યના ઇતિહાસનું સૌથી વધુ 66 લાખ મેટ્રિક ટન થવાનો પ્રાથમિક અંદાજ છે.
Site Admin | સપ્ટેમ્બર 12, 2025 3:43 પી એમ(PM)
મગફળીના વાવેતર અને ઉત્પાદનમાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે રહ્યું.
