આજે વહેલી સવારે મક્કાથી મદીના જઈ રહેલી એક પેસેન્જર બસ ડીઝલ ટેન્કર સાથે અથડાતાં ઘણા ભારતીય ઉમરાહ યાત્રાળુઓના મોત થયાની આશંકા છે. આ ઘટના ભારતીય સમય મુજબ રાત્રે 1.30 વાગ્યે મુફ્રીહત નામના સ્થળે બની હતી. પ્રારંભિક અહેવાલો મુજબ, પીડિતોમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. આ બસ મક્કાથી પરત ફરી રહી હતી અને અકસ્માત સમયે મદીના જઈ રહી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મદીનામાં થયેલા બસ અકસ્માતમાં માર્યા ગયેલા ભારતીય લોકો માટે શોક વ્યક્ત કર્યો છે.
એક સોશિયલ મીડિયા સંદેશમાં પ્રધાનમંત્રીએ મૃતકોના પરિવારજનો માટે સંવેદના અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી. તેમણે કહ્યું કે, રિયાધમાં દૂતાવાસ અને જેદ્દાહમાં કોન્સ્યુલેટ જનરલ શક્ય તમામ સહાય પૂરી પાડી રહ્યા છે.
અધિકારીઓ સાઉદી અરેબિયાના અધિકારીઓ સાથે પણ સતત સંપર્કમાં છે.
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. એક સોશિયલ મીડિયા સંદેશમાં ડૉ. જયશંકરે કહ્યું કે, રિયાધમાં દૂતાવાસ અને જેદ્દાહમાં કોન્સ્યુલેટ આ અકસ્માતથી પ્રભાવિત ભારતીય નાગરિકો અને પરિવારોને સંપૂર્ણ સહાય આપી રહ્યા છે.
તેલંગાણાના મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડીએ આ અકસ્માત અંગે શોક વ્યક્ત કરતાં જણાવ્યું કે, બસમાં સવાર ઘણા મુસાફરો હૈદરાબાદના હતા. દરમિયાન, હૈદરાબાદમાં રાજ્ય સચિવાલયમાં એક કંટ્રોલ રૂમ સ્થાપિત કરવામાં આવ્યો છે, જેનો નંબર 91 79979 59754 અને 99129 19545 છે.
Site Admin | નવેમ્બર 17, 2025 1:51 પી એમ(PM)
મક્કાથી મદીના જઈ રહેલી બસ ડીઝલ ટેન્કર સાથે અથડાતાં અનેક ભારતીય ઉમરાહ યાત્રાળુઓના મોત.