મકાઉ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટની પુરુષ સિંગલ્સની સેમિફાઇનલમાં આજે ભારતના લક્ષ્ય સેનનો સામનો પાંચમા ક્રમાંકિત ઇન્ડોનેશિયાના અલ્વી ફરહાન સામે થશે. બીજી સેમિફાઇનલ મેચમાં ભારતના થરૂન માનેપાલી અને મલેશિયાના જસ્ટિન હોહ એકબીજા સામે ટકરાશે.મહિલા સિંગલ્સની સેમિફાઇનલમાં ડેનમાર્કની લાઇન ક્રિસ્ટોફરસનનો સામનો જાપાનની રેઇકો ગુંજી સામે થશે જ્યારે ચીનની યુ ફેઇ ચેનનો સામનો ચીની તાઈ પેઈની હ્સિયાંગ ટી લિન સામે થશે. દરમિયાન ભારતના સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીનો પુરુષોના ડબલ્સના ક્વાર્ટર ફાઇનલમાં મલેશિયાના ચુંગ હોન જિયાન અને મુહમ્મદ હૈકલ જોડી સામે પરાજય થયો.
Site Admin | ઓગસ્ટ 2, 2025 9:15 એ એમ (AM)
મકાઉ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટની પુરુષ સિંગલ્સની સેમિફાઇનલમાં આજે ભારતના લક્ષ્ય સેન અને થરૂન માનેપાલી પોતપોતાની મેચ રમશે
