મકાઉ ઑપન બેડમિન્ટનમાં ભારતીય ખેલાડીઓનું ભવ્ય પ્રદર્શન યથાવત્ છે. લક્ષ્ય સન તરુણ મન્નેપલ્લી તરુણ પુરુષ સિંગલ્સ ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યા છે. તો પુરુષ ડબલ્સમાં ભારતના ટૉચની ક્રમાંકિત જોડી સાત્વિક સાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી આજે ક્વાર્ટર ફાઈનલમાં મલેશિયાના ચૂંગ હૉન જિયાન અને મોહમ્મદ હાઈકલની જોડી સામે રમશે.
પાંચ મૅચની ઍન્ડરસન-તેંડુલકર ક્રિકેટ ટૅસ્ટ સિરીઝમાં ઇંગ્લૅન્ડ સાથે પાંચમી અને અંતિમ ટૅસ્ટ મૅચના પહેલા દિવસે ગઈકાલે ભારતે છ વિકેટે 204 રન બનાવ્યા. લંડનના કૅનિન્ગટન ઑવલમાં રમાયેલી મૅચમાં કરુણ નાયરે 52 રન બનાવ્યા. ઇંગ્લૅન્ડના ગસ એટકિન્સન અને જોશ ટંગે બે-બે વિકેટ ઝડપી. આજે સાંઈ સુદર્શન પોતાના 38 રન અને વૉશિંગ્ટન સુંદર 19 રન સાથે આગળ રમવાનું શરૂ કરશે. ગઈકાલે ઇંગ્લૅન્ડે ટૉસ જીતીને બૉલિંગનો નિર્ણય કર્યો હતો. ઇંગ્લૅન્ડ આ શ્રેણીમાં બે—એકથી આગળ છે.
Site Admin | ઓગસ્ટ 1, 2025 1:10 પી એમ(PM)
મકાઉ ઑપન બૅડમિન્ટનમાં પુરુષ ડબલ્સમાં ભારતની જોડી આજે મલેશિયા સામે રમશે.
