જાન્યુઆરી 14, 2026 3:47 પી એમ(PM)

printer

મકરસંક્રાતિ – ઉત્તરાયણ નિમિત્તે આજે દાનનું વિશેષ મહત્વ

મકરસંક્રાતિ – ઉત્તરાયણ નિમિત્તે આજે દાનનું વિશેષ મહત્વ હોય છે. આજના પાવન દિવસે રાજ્યના સુપ્રસિદ્ધ મંદિરોમાં પણ સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે.
બોટાદમાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં હનુમાન દાદાની મૂર્તિને પતંગ અને દોરીનો શણગાર કરાયો તેમજ વિવિધ પ્રકારની ચીકી અને લાડુનો અન્નકૂટ ધરાવાયો છે.
ભરૂચના અંકલેશ્વરમાં શ્રદ્ધાળુઓએ ગાય માતાની પૂજા કરી તેમને ઘાસચારો અને ઘૂઘરી ખવડાવી હતી. આ સાથે જ ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતમાં લોકોએ ઉંધીયું, જલેબી જેવી વાનગીનો આનંદ માણ્યો હતો.
બીજી તરફ, મહીસાગરમાં પૂર્વ શિક્ષણ મંત્રી ડૉક્ટર કુબેર ડિંડોરે અનોખી ઉત્તરાયણ ઉજવી. તેમણે ડાંગના સબરીધામ ખાતે આઠ કિલોમીટરની પદયાત્રા યોજી હતી. કહેવાય છે કે, ભગવાન શ્રીરામ વનવાસ દરમિયાન મકરસંક્રાંતિના દિવસે શબરીમાતાની કુટિરમાં આવી પહોંચ્યાં હતા, જ્યાં શબરી માતાએ ભગવાન શ્રીરામને મીઠા બોર ખવડાવ્યા હતા. હવે સાંજે શબરીધામમાં ભજન-કીર્તન કરાશે.
ભરુચ સહિત દક્ષિણ ગુજરાતમાં લોકોએ આજરોજ ઉત્તરાયણના પર્વની ઊંધીયુ આરોગવાની લિજ્જત સાથે મજા માણી હતી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.