મંગોલિયાના રાષ્ટ્રપ્રમુખ ખુરેલ-સુખ ઉખના ચાર દિવસના ભારત પ્રવાસે આજે નવી દિલ્હી પહોંચ્યા. નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે વિમાનમથક પર તેમનું સ્વાગત કર્યું. મંગોલિયાના રાષ્ટ્રપ્રમુખે સૈનિક સલામીનું નિરીક્ષણ કર્યું હતું.
મંગોલિયાના રાષ્ટ્રપ્રમુખ સાથે એક ઉચ્ચ-સ્તરના પ્રતિનિધિમંડળ પણ આવ્યું છે. તેમાં મંત્રીમંડળના સભ્યો, સાંસદ, વરિષ્ઠ અધિકારી, ઉદ્યોગકારો અને સાંસ્કૃતિક પ્રતિનિધિ સામેલ છે. રાષ્ટ્રપ્રમુખ તરીકે શ્રી ખુરેલસુખનો આ પહેલો ભારત પ્રવાસ છે. દરમિયાન તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે મુલાકાત કરશે. શ્રી ખુરેલસુખ આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે સંવાદ કરશે.
ભારત અને મંગોલિયા વ્યૂહાત્મક ભાગીદાર, આધ્યાત્મક પડોશી છે. આ પ્રવાસથી ભારત અને મંગોલિયા વચ્ચે દ્વિપક્ષીય સબંધમાં પ્રગતિની સમીક્ષાની તક મળશે. દરમિયાન બંને દેશ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત થશે અને પરસ્પર હિતના પ્રાદેશિક તથા વૈશ્વિક મુદ્દાઓ પર વિચાર-વિમર્શ કરાશે.
Site Admin | ઓક્ટોબર 13, 2025 7:45 પી એમ(PM)
મંગોલિયાના રાષ્ટ્રપ્રમુખ ખુરેલ-સુખ ઉખના ચાર દિવસના ભારત પ્રવાસે નવી દિલ્હી પહોંચ્યા
