ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 7, 2025 6:34 પી એમ(PM) | ભ્રષ્ટાચાર વિરોધી બ્યૂરો

printer

ભ્રષ્ટાચાર વિરોધી બ્યૂરો- ACBની ટુકડી આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને પહોંચી

ભ્રષ્ટાચાર વિરોધી બ્યૂરો- ACBની ટુકડી આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને પહોંચી હતી. શ્રી કેજરીવાલે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં તેમના ઉમેદવારોને ભારતીય જનતા પાર્ટી દ્વારા 15-15 કરોડ રૂપિયા આપવાનોઆક્ષેપ કરતાં તેની તપાસ માટે ACBની ટુકડી આવી હતી. જોકે,તપાસ ટીમને શ્રી કેજરીવાલના નિવાસસ્થાનમાં જવાની મંજૂરી અપાઈ નહતી. દરમિયાન આમ આદમીપાર્ટીના નેતા સંજય સિંહે આ અંગે ACBમાં ફરિયાદ નોંધાવી છે. માધ્યમો સાથેના સંવાદમાં તેમણે દાવો કર્યો કે, તેમણે ACBને તમામ પુરાવા ઉપલબ્ધ કરાવી દીધા છે. તેમણે ભાજપ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં તેમના ઉમેદવારને લાલચ આપતુંહોવાનો પણ આક્ષેપ લગાવ્યો હતો. આ તરફ દિલ્હી ભાજપના અધ્યક્ષ વિરેન્દ્ર સચદેવાએ આમઆદમી પાર્ટીના આક્ષેપને પાયાવિહોણા ગણાવતા માધ્યમોને જણાવ્યું, આ પ્રકારના આક્ષેપ લગાવતા પહેલા આમ આદમી પાર્ટીના નેતાઓએ પુરાવા રજૂ કરવા જોઈએ. તેમણે ઉમેર્યુ, આ મામલે દિલ્હી ભાજપ ACBમાં ફરિયાદ કરશે. તેમજઆમ આદમી પાર્ટી પુરાવા રજૂ નહીં કરે તો તેમની પાર્ટી તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.