ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ભ્રષ્ટાચાર દેશની આર્થિક પ્રગતિમાં અવરોઘરૂપ હોવાની સાથે સાથે સામાજીક વિશ્વાસને ગંભીર અસર પહોંચાડે છે:રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિશ્વાસને સામાજીક જીવનનો પાયો ગણાવીને કહ્યું છે કે, ભ્રષ્ટાચાર દેશની આર્થિક પ્રગતિમાં અવરોઘરૂપ હોવાની સાથે સાથે સામાજીક વિશ્વાસને ગંભીર અસર પહોંચાડે છે. તેઓ આજે દિલ્હીમાં કેન્દ્રીય તકેદારી પંચ દ્વારા તકેદારી જાગૃતિ સપ્તાહની ઉજવણી સમારંભમાં બોલી રહ્યા હતા. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, સરકારની ભ્રષ્ટાચાર સામેની કડક નિતીના કારણે ભ્રષ્ટાચાર સંપૂર્ણ નાબૂદ કરવામાં મદદ મળશે.
રાષ્ટ્રપતિએ જણાવ્યું કે, ભ્રષ્ટાચારને નાબૂદ કરવાના ભાગરૂપે કેન્દ્ર સરકારે યોજનાના લાભો લાભાર્થીઓના બેંક ખાતામાં આપવા, ઇ-માર્કેટ પ્લેસ જેવી વિવિધ પહેલો હાથ ધરી છે.
તેમણે કહ્યું કે, ભ્રષ્ટ કર્મચારી સામે તત્કાળ કાયદાકીય પગલાં લેવા જરૂરી છે. જો કે, આવા પગલાંનો હેતુ સમાજમાં ન્યાય અને સમાનતાની સ્થાપના કરવાનો હોવો જોઇએ.
આ પ્રસંગે કેન્દ્રીય તકેદારી કમિશ્નર પી.કે. શ્રીવાસ્તવે ભ્રષ્ટાચારને નાબૂદ કરવા કેન્દ્ર સરકારે લીધેલા પગલાંઓની વિગતો આપી હતી.