વડોદરાના બે તરવૈયા મનદીપસિંહ સંધા અને સારાહ સરોહાએ ભોપાલમાં યોજાયેલી સ્પર્ધામાં 10 ચંદ્રક જીત્યા છે. ભોપાલમાં તાજેતરમાં યોજાયેલી
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બૉર્ડ – CBSE ક્લસ્ટર વૅસ્ટ ઝૉન સ્વિમિંગ સ્પર્ધામાં
આ તરવૈયાઓએ ત્રણ સુવર્ણ અને સાત રજત ચંદ્રક જીત્યા છે.
મનદીપસિંહ સંધાએ 19 વર્ષથી ઓછી વયની શ્રેણીમાં ત્રણ સુવર્ણ અને બે રજત ચંદ્રક, જ્યારે સારાહ સરોહાએ 17 વર્ષથી ઓછી વયની શ્રેણીમાં પાંચ રજત ચંદ્રક જીતીને શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. આ બંને ખેલાડીની હવે CBSE રાષ્ટ્રીય તરવૈયાઓની સ્પર્ધા માટે થઈ છે. હવે તેઓ રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.
Site Admin | ઓગસ્ટ 22, 2025 7:06 પી એમ(PM)
ભોપાલમાં યોજાયેલી તરવૈયાઓની સ્પર્ધામાં વડોદરાના બે ખેલાડીએ 10 ચંદ્રક જીત્યા
