પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, દિલ્હીમાં બનેલી ભયાનક ઘટનાના ષડયંત્રકારોને છોડવામાં નહીં આવે અને તમામ જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરાશે. ભૂતાનના થિમ્પુમાં એક કાર્યક્રમને સંબોધતા શ્રી મોદીએ કહ્યું, તેઓ ગઈકાલે આખી રાત આ ઘટનાની તપાસમાં જોડાયેલી સંસ્થાઓના સંપર્કમાં રહ્યા હતા. તેમણે સંસ્થાઓ આ ષડયંત્રના મૂળ સુધી જશે તેવું આશ્વાસન પણ આપ્યું.
પ્રધાનમંત્રીએ કહ્યું, આજે તેઓ ભારે હૃદય સાથે ભૂતાન આવ્યા છે અને ગઈકાલે સાંજે દિલ્હીમાં થયેલી ઘટનાથી દરેકને ઘણું દુઃખ થયું છે. શ્રી મોદીએ કહ્યું કે, તેઓ અસરગ્રસ્ત પરિવારોનું દુઃખ સમજે છે અને આખો દેશ તેમની સાથે છે.
Site Admin | નવેમ્બર 11, 2025 8:18 પી એમ(PM)
ભૂતાનમાં એક કાર્યક્રમને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, દિલ્હીમાં બનેલી ઘટનાના ષડયંત્રકારો સામે કડક કાર્યવાહી કરાશે