ભૂતાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક અને રાણી જેત્સુન પેમા વાંગચુક આવતીકાલથી બે દિવસની ભારત મુલાકાતે આવી રહ્યા છે. મુલાકાત દરમિયાન ભૂતાનના રાજા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળશે. વિદેશ મંત્રી એસ.જયશંકર અને વરિષ્ઠ સરકારી અધિકારીઓ ભૂતાનના રાજાને મળશે.
ભારત અને ભૂતાન વચ્ચે મિત્રતા અને સહયોગના અનન્ય સંબંધો છે, આ મુલાકાત બંને દેશોને દ્વિપક્ષીય સહયોગની સમીક્ષા કરવાની અને દ્વિપક્ષીય ભાગીદારીને આગળ વધારવાની તક પૂરી પાડશે.
Site Admin | ડિસેમ્બર 4, 2024 7:45 પી એમ(PM)
ભૂતાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક આવતીકાલથી બે દિવસની ભારત મુલાકાતે આવશે
