નવેમ્બર 12, 2025 7:53 પી એમ(PM)

printer

ભૂતાનથી પરત આવ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હી વિસ્ફોટમાં ઈજાગ્રસ્ત થયેલા લોકો સાથે મુલાકાત કરી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે લોકનાયક જયપ્રકાશ નારાયણ હૉસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં તેમણે સોમવારે દિલ્હી વિસ્ફોટમાં ઇજાગ્રસ્ત થયેલા લોકો સાથે મુલાકાત કરી. પ્રધાનમંત્રી ભૂતાનના બે દિવસના પ્રવાસ બાદ વિમાનમથકથી સીધા જ હૉસ્પિટલ પહોંચ્યા હતા.
શ્રી મોદીએ ઈજાગ્રસ્તો સાથે વાતચીત કરી અને તેઓ ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરી. હૉસ્પિટલના તબીબો અને વરિષ્ઠ અધિકારીઓએ પ્રધાનમંત્રીને ઈજાગ્રસ્તો અંગે માહિતી આપી. શ્રી મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં વિસ્ફોટના આ ષડયંત્રમાં સામેલ લોકોને છોડવામાં નહીં આવે તેમ જણાવ્યું હતું.