ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 15, 2025 2:02 પી એમ(PM)

printer

ભૂતપૂર્વ સૈનિકો અને તેમના આશ્રિતો માટે નાણાકીય સહાયમાં સો ટકાનો વધારો કેન્દ્ર સરકારે મંજૂર કર્યો.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગ દ્વારા અમલમાં મુકવામાં આવતી યોજનાઓ હેઠળ ભૂતપૂર્વ સૈનિકો અને તેમના આશ્રિતો માટે નાણાકીય સહાયમાં સો ટકાનો વધારો મંજૂર કર્યો છે.
પ્રતિ લાભાર્થી દીઠ માસિક ચાર હજાર રૂપિયાથી બમણી કરીને આઠ હજાર રૂપિયા કરવામાં આવ્યા છે. આનાથી વૃદ્ધ અને પેન્શનર વગરના ભૂતપૂર્વ સૈનિકો અને 65 વર્ષથી વધુ ઉંમરના તેમની વિધવાઓ જેમની કોઈ નિયમિત આવક નથી તેમને સતત આજીવન સહાય પૂરી પાડવામાં આવશે.
મંત્રાલયે જણાવ્યું હતું કે, બે આશ્રિત બાળકો સુધી શિક્ષણ ગ્રાન્ટ માથાદીઠ એક હજાર રૂપિયાથી વધારીને બે હજાર રૂપિયા કરવામાં આવી છે. લગ્ન ગ્રાન્ટ પણ લાભાર્થી દીઠ 50 હજારથી વધારીને એક લાખ રૂપિયા કરવામાં આવી છે.
મંત્રાલયે જણાવ્યું હતું કે, સુધારેલા દર આ વર્ષે 1 નવેમ્બરથી સબમિટ કરાયેલી અરજીઓ માટે અમલમાં આવશે, જેનો વાર્ષિક નાણાકીય પ્રભાવ આશરે 257 કરોડ રૂપિયા થશે.