રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સી પી રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય રાજધાનીમાં તેમની સમાધિ સદૈવ અટલ ખાતે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને તેમની જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી.
ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જગત પ્રકાશ નડ્ડા, ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ નીતિન નવીન, દિલ્હીના મુખ્ય મંત્રી રેખા ગુપ્તા, અનેક કેન્દ્રીય મંત્રીઓ, સંસદસભ્યો, ધારાસભ્યોએ પણ સ્વર્ગસ્થ ભૂતપૂર્વ પ્રધાનમંત્રીને પુષ્પાંજલિ અર્પણ કરી.
Site Admin | ડિસેમ્બર 25, 2025 2:28 પી એમ(PM)
ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ભારતરત્ન સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા