ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ડિસેમ્બર 27, 2024 3:44 પી એમ(PM) | મુખ્યમંત્રી

printer

ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડૉક્ટર મનમોહન સિંઘના અવસાન નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આજના તમામ કાર્યક્રમ રદ કરાયા

ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડૉક્ટર મનમોહન સિંઘના અવસાન નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આજના તમામ કાર્યક્રમ રદ કરાયા છે.
દરમિયાન અમદાવાદ શહેરમાં શરૂ થયેલા કાંકરિયા કાર્નિવલના પણ તમામ સાંસ્કૃતિક કાર્યક્રમો આગામી 31 ડિસેમ્બર સુધી મોકૂફ રખાયા છે. જોકે, કાંકરિયા લેકફ્રન્ટ પરિસર ખાતે લોકોને વિનામૂલ્યે પ્રવેશ અપાશે એમ અમદાવાદ મહાનગરપાલિકાની અખબારી યાદીમાં જણાવ્યું છે.
છોટાઉદેપુર જિલ્લાના અમારા પ્રતિનિધિ રાજેશ રાઠવા જણાવે છે કે, જિલ્લાના ઝોઝવા ગામમાં પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમારના હસ્તે ઓરસંગ નદીના પુલના આજે યોજાનારો ખાતમુહૂર્ત કાર્યક્રમ રદ કરાયો છે.
રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પણ ડૉ. મનમોહન સિંઘના અવસાન અંગે એક વીડિયો સંદેશ જાહેર કરી શોક વ્યક્ત કર્યો હતો.