ડિસેમ્બર 25, 2025 9:31 એ એમ (AM)

printer

ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ નવી દિલ્હી સ્થિત અટલ સ્મૃતિ ટ્રસ્ટ સોસાયટીના અધ્યક્ષ તરીકે ચૂંટાયા

ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ નવી દિલ્હી સ્થિત અટલ સ્મૃતિ ટ્રસ્ટ સોસાયટીના અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે. સોસાયટીના સ્થાપક સભ્ય રામ બહાદુર રાયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અન્ય સભ્યોની સલાહ બાદ આ પદ માટે શ્રી નાયડુનું નામ પ્રસ્તાવિત કર્યું હતું. શ્રી નાયડુ સ્વર્ગસ્થ વિજયકુમાર મલ્હોત્રાનું સ્થાન લેશે. અધ્યક્ષ તરીકે શ્રી નાયડુ હવે સોસાયટીના કામકાજનું સંચાલન કરવા માટે કાર્યકારી સમિતિની રચના કરશે.