ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ભૂતપૂર્વ અગ્નિવીરોને હવેથી કેન્દ્રીય સુરક્ષા દળોમાં 10 ટકા અનામતનો મળશે લાભ

કેન્દ્રીય સુરક્ષા દળોમાં ભૂતપૂર્વ અગ્નિવીરો માટે હવે 10 ટકા અનામત અમલી બનશે.
અગ્નિપથ યોજનાને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે કેન્દ્રીય દળો દ્વારા આ જાહેરાત કરાઈ છે. સીમા સુરક્ષા દળ – BSF, કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ – CRPF, કેન્દ્રીય ઔદ્યોગીક સુરક્ષા દળ -CISF તેમજ સશસ્ત્ર સીમા દળોમાં અગ્નિવીરોને હવે અનામતનો લાભ મળશે. તમામ દળોના પ્રમુખોએ પત્રકારોન સંબોધતા કહ્યું કે ભૂતપૂર્વ અગ્નિવીરોને આ અનામત હેઠળ વય મર્યાદામાં છૂટ મળશે. આ માટે તેમને કોઈ શારીરિક પરીક્ષા પણ નહીં આપવાની રહે.
CISFના મહાનિદેશક નીના સિંહે કહ્યું કે ગૃહ મંત્રાલયે કેન્દ્રીય સુરક્ષા પોલીસ દળોમાં પૂર્વ અગ્નિવારોની ભર્તી માટે મોટું પગલું લીધું છે. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે CISF આ મામલે તમામ પ્રકારની વ્યવસ્થા કરી રહ્યું છે. તેમણે ઉમેર્યું કે કોન્સ્ટેબલની દસ ટકા ખાલી જગ્યાઓ માટે ભૂતપૂર્વ અગ્નિવીરો માટે અનામત રહેશે, અને તેમને શારીરિક પરીક્ષામાંથી છૂટ મળશે.
સીમા સુરક્ષા દળના મહાનિદેશક નીતિન અગ્રવાલે કહ્યું કે અગ્નિવીરો સૈનિક તરીકે તૈયાર થઈ રહ્યા છે, આનાથી સૈન્યની તમામ પંખોને લાભ થશે, સામે અગ્નિવીરોને પણ ફાયદો થશે.
રેલવે સુરક્ષા દળના મહાનિદેશક મનોજ યાદવ, સશસ્ત્ર સુરક્ષા દળના મહાનિદેશક દલજીત સિંહ, તેમજ કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળના મહાનિદેશક અનીશ દયાલે પણ સરકારના આ પગલાને આવકાર્યું હતું.