નવેમ્બર 18, 2024 2:30 પી એમ(PM)

printer

ભૂતપુર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર એપીજે અબ્દુલ કલામના પ્રેસ સેક્રેટરી શહજાદ મોહમ્મદ ખાનનું નવી દિલ્હીમાં અવસાન થયું

ભારતીય માહિતી સેવા-IIS ના વરિષ્ઠ અધિકારી અને ભૂતપુર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર એપીજે અબ્દુલ કલામના પ્રેસ સેક્રેટરી શહજાદ મોહમ્મદ ખાનનું નવી દિલ્હીમાં અવસાન થયું છે. તેઓ 67 વર્ષના હતા. 1982નાં આઇઆઇએસ અધિકારી શ્રીખાને દૂરદર્શન ન્યૂઝના મહાનિદેશક તરીકે કાર્ય કર્યું હતું. તેમણે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો-PIB, રજીસ્ટ્રાર ઓફ ન્યૂઝ પેપર ઉપરાંત માહિતી અને પ્રસારણ મંત્રાલયનાં વિવિધ મિડિયા એકમોમાં પણ કાર્ય કર્યું હતું. તેમણે સીબીઆઇના પ્રવક્તા તરીકે પણ લાંબો સમય કામ કર્યું હતું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.