ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુક તેમની પત્ની રાણી જેત્સુન પેમા વાંગચુક સાથે આજે ભારતની બે દિવસની મુલાકાતે આવ્યા છે. તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, વિદેશ મંત્રી ડૉ. જયશંકર અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે મુલાકાત કરશે. ભારત અને ભૂટાન વચ્ચે પરસ્પર મિત્રતા અને સહકારના અનન્ય સંબંધો છે જેની વિશેષતા એકબીજાની સમજણ અને વિશ્વાસ છે. શ્રી વાંગચુકની મુલાકાત બંને દેશોને દ્વિપક્ષીય સહયોગની સમીક્ષા કરવાની અને ભાગીદારીને આગળ વધારવાની તક પૂરી પાડશે.
Site Admin | ડિસેમ્બર 5, 2024 2:30 પી એમ(PM)
ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુક તેમની પત્ની રાણી જેત્સુન પેમા વાંગચુક સાથે આજે ભારતની બે દિવસની મુલાકાતે આવ્યા છે
