ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 19, 2025 3:33 પી એમ(PM)

printer

ભુજ રાજકોટ વચ્ચે લાંબા સમયથી મંજૂર થયેલી ટ્રેન 21 માર્ચથી શરૂ થશે, જે જૂન મહિના સુધી ચાલશે.

ભુજ રાજકોટ વચ્ચે લાંબા સમયથી મંજૂર થયેલી ટ્રેન 21 માર્ચથી શરૂ થશે, જે જૂન મહિના સુધી ચાલશે.
બે દાયકા જેટલા સમય બાદ ભુજ-રાજકોટ વચ્ચે ટ્રેન સેવા શરૂ થઈ રહી છે. રેલવેની યાદી પ્રમાણે આ ટ્રેન. ભુજથી સવારે 6.50 કલાકે રવાના થઈને 7.55 વાગ્યે ગાંધીધામ અને બપોરે 1.35 કલાકે રાજકોટ પહોંચશે. પરતમાં રાજકોટથી બપોરે 2.30 વાગ્યે રવાના થઈ સાંજે 8 વાગ્યે ગાંધીધામ અને રાત્રે 9.40 કલાકે ભુજ પહોંચશે. આ ટ્રેનમાં એક એસી ચેર કાર અને જનરલ કોચ સહિત 10 કોચ રહેશે.
ટ્રેન ભુજ-ગાંધીધામ ઉપરાંત ભચાઉ, સામખિયાળી, માળિયા, મોરબી સહિતના સ્ટેશનો પર થોભશે.