કચ્છમાં ભુજના કુકમા ગામે ગઇકાલે રાતે ઝારખંડનો એક યુવાન ખેતરમાં 150 ફૂટ ઊંડા બોરવેલમાં પડી જતાં તંત્રએ બચાવ કામગીરી હાથ ધરી છે. જો કે યુવક ને બહાર કાઢવામાં હજુ સફળતા મળી નથી.ભુજ પ્રાંત અધિકારી અનિલ યાદવે જણાવ્યુ કે, ફાયર અને મેડિકલ ટીમે ઘટના સ્થળે પહોંચી યુવકને ઑક્સિજન આપવાની કામગીરી કરી હતી.આર્મીની ટીમની પણ બચાવ કામગીરી માટે મદદ લેવાઇ રહી છે.પોલીસ, પ્રાંત અધિકારી, ફાયર વિભાગ અને 108ની ટીમ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.
Site Admin | ડિસેમ્બર 7, 2025 9:41 એ એમ (AM)
ભુજના કુકમા ગામે 150 ફૂટ ઊંડા બોરવેલમાં પડેલા યુવાનને બચાવવા માટે તંત્રના તનતોડ પ્રયાસ