એપ્રિલ 12, 2025 9:01 એ એમ (AM)

printer

ભાવનગર શહેર અને સમગ્ર ગોહિલવાડ પંથકમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ

ભાવનગર શહેર અને સમગ્ર ગોહિલવાડ પંથકમાં ગઈ કાલે ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો હતો અને રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા. કેટલાંક સ્થળોએ બરફના કરા પણ પડ્યા હતા. થોડાં સમય માટે વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.અચાનક વરસાદથી ગરમીથી રાહત અનુભવી હતી. શહેરમાં સાંજે વરસાદ શરૂ થયો ત્યારે લાઇટ પણ ગુલ થઈ ગઈ હતી. કમોસમી વરસાદથી કેસર કેરી સફેદ અને લાલ ડુંગળી સહિતનાં ઊભા પાકને નુકસાન જવાની ભીતિથી ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.