ભાવનગર શહેરના કાળાનાળા વિસ્તારમાં આવેલા એક કોમ્પલેક્ષમાં આવેલી બાળકોની હોસ્પિટલમાં આગ લાગી હતી. બેઝમેન્ટમાં લાગેલી આગ સમગ્ર બિલ્ડીંગમાં પ્રસરી ગઇ હતી. આ કોમ્પલેક્ષમાં બે થી ત્રણ હોસ્પિટલો અને લેબોરેટરી આવેલી છે. ફાયરબ્રિગેડને જાણ થતાં જ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. બાળકોની હોસ્પિટલમાંથી બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. કેટલાંક બાળકોને સારવાર માટે અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ભાવનગરના અમારા પ્રતિનિધિ જણાવે છે કે પાંચ ફાયર ફાઇટર અને 50 થી વધુ કર્મચારીઓ આગ બુઝાવવાની કામગીરીમાં લાગ્યા હતા.
Site Admin | ડિસેમ્બર 3, 2025 3:27 પી એમ(PM)
ભાવનગર શહેરના કાળાનાળા વિસ્તારમાં આવેલા એક કોમ્પલેક્ષમાં આવેલી બાળકોની હોસ્પિટલમાં આગ લાગી