ડિસેમ્બર 31, 2025 2:23 પી એમ(PM)

printer

ભાવનગર રેલવે મંડળ પર આવતીકાલે પહેલી જાન્યુઆરીથી નવું સમયપત્રક લાગુ થશે.

ભાવનગર રેલવે મંડળ પર આવતીકાલે પહેલી જાન્યુઆરીથી નવું સમયપત્રક લાગુ થશે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલકુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે, આ વખતે ભાવનગર મંડળમાંથી પસાર થતી ચાર ટ્રેન હાલના નિર્ધારિત સમય કરતાં વહેલી તથા આઠ ટ્રેન હાલના નિર્ધારિત સમય કરતાં મોડેથી ચલાવાશે.
ભાવનગર–સુરેન્દ્રનગર પેસેન્જર, ભાવનગર ટર્મિનસ સ્ટેશન પરથી હાલના નિર્ધારિત સમય 05.10 વાગ્યાના બદલે 05.05 વાગ્યે રવાના થશે. જ્યારે ભાવનગર–સુરેન્દ્રનગર પેસેન્જર, ભાવનગર ટર્મિનસ સ્ટેશન પરથી હાલના નિર્ધારિત સમય 13.40 વાગ્યાના બદલે 13.30 વાગ્યે રવાના થશે. તો ભાવનગર–ઓખા દૈનિક એક્સપ્રેસ, ભાવનગર ટર્મિનસ સ્ટેશન પરથી હાલના નિર્ધારિત સમય 22.10 વાગ્યાના બદલે 22.00 વાગ્યે રવાના થશે. ઉપરાંત બોટાદ–ગાંધીગ્રામ પેસેન્જર, બોટાદ સ્ટેશન પરથી હાલના નિર્ધારિત સમય 17.10 વાગ્યાના બદલે 17.00 વાગ્યે રવાના થશે.