જાન્યુઆરી 9, 2026 9:57 એ એમ (AM)

printer

ભાવનગર રેલવે મંડળના પરાક્રમસિંહ ગોહિલે રાજ્યસ્તરના વિશેષ ખેલ મહાકુંભમાં બે રજત ચંદ્રક જીત્યા

ભાવનગર રેલવે મંડળના પરાક્રમસિંહ ગોહિલે રાજ્યસ્તરના વિશેષ ખેલ મહાકુંભમાં બે રજત ચંદ્રક જીત્યા છે.પેરા સ્પોર્ટ્સ એસોસિએશન ગુજરાતની આગેવાની હેઠળ નડિયાદ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં પરાક્રમસિંહ ગોહિલના નેતૃત્વ હેઠળ ‘વોરિયર’ ભાવનગર ટીમે પેરા સિટિંગ વોલીબોલની રાજ્ય સ્તરીય સ્પર્ધામાં 19 ટીમો સાથે સ્પર્ધા બાદ રજત પદક પ્રાપ્ત કર્યો. સાથે જ પરાક્રમસિંહે ગોળા ફેંક સ્પર્ધામાં પણ ઉત્તમ પ્રદર્શન કરી રજત પદક જીત્યો. ઉલ્લેખનીય છે કે, દિવ્યાંગ કર્મચારી પરાક્રમસિંહ ગોહિલ હાલ પશ્ચિમ રેલવે, ભાવનગર મંડળમાં મુખ્ય વાણિજ્ય ક્લાર્ક તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.