ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ગઢેચી શુદ્ધિકરણ પ્રોજેક્ટમાં અડચણરૂપ દબાણો હટાવવામાં આવી રહ્યા છે, જેમાં 811 ગેરકાયદેસર બાંધકામો સામે કાર્યવાહી થઈ રહી છે.
કુંભારવાડા બ્રિજથી દરિયાઈ ક્રીક સુધીના 185 ગરકાદેસર દબાણો પર બુલડોઝર ફેરવી અંદાજે 800 મીટર વિસ્તાર ખુલ્લો કરાયો. આ ઉપરાંત કુંભારવાડા બ્રિજથી જવાહર નગર ફાટક તરફ અંદાજે 800 મીટર વિસ્તારમાં 215 જેટલા ગેરકાયદેસર બાંધકામોના દબાણોને દૂર કરાયા હતા.
આગામી દિવસોમાં જવાહર નગર ફાટકથી શાસ્ત્રીનગર બ્રિજ અને ગઢેચી વડલાથી બોરતળાવ સુધીમાં માલિકી આધારે અને બાંધકામ મંજૂરીના આધારો રજૂ નહીં કરેલા બાંધકામોને તોડી પડાશે.
Site Admin | માર્ચ 19, 2025 6:57 પી એમ(PM) | ભાવનગર
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ગઢેચી શુદ્ધિકરણ પ્રોજેક્ટમાં અડચણરૂપ દબાણો હટાવવામાં આવ્યા
