ભાવનગર બાદ પ્રધાનમંત્રીએ અમદાવાદ નજીક આવેલા પ્રાચીન શહેર લોથલની મુલાકાત લઈ રાષ્ટ્રીય દરિયાઈ વારસા સંકુલના કામની સમીક્ષા કરી. તેમણે નિર્માણાધિન કાર્યોનું નિરીક્ષણ કરી અને અધિકારીઓ સાથે એક સમીક્ષા બેઠકની અધ્યક્ષતા પણ કરી.
ઉલ્લેખનીય છે કે, ચાર હજાર 500 કરોડ રૂપિયાના ખર્ચે ઐતિહાસિક સ્થળ લોથલમાં આ સંકુલનું નિર્માણ થઈ રહ્યું છે. તેનો ઉદ્દેશ ભારતના સમૃદ્ધ દરિયાઈ વારસાને વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરવાનો છે. ક્યારેક તે સિંધુ ખીણ સભ્યતાનું એક મહત્વનું વેપાર કેન્દ્ર હતું. આ પહેલા પ્રધાનમંત્રીએ ધોલેરા સ્માર્ટ સિટીનું હવાઈ નિરીક્ષણ પણ કર્યું.
Site Admin | સપ્ટેમ્બર 20, 2025 7:58 પી એમ(PM)
ભાવનગર બાદ પ્રધાનમંત્રીએ અમદાવાદ નજીક આવેલા પ્રાચીન શહેર લોથલની મુલાકાત લઈ રાષ્ટ્રીય દરિયાઈ વારસા સંકુલના કામની સમીક્ષા કરી.