ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ડિસેમ્બર 14, 2024 4:20 પી એમ(PM) | bhavnagar | divyang sahay yojna

printer

ભાવનગર: દિવ્યાંગજનોને સહાય યોજના હેઠળ મૂલ્યાંકન શિબિરનું આયોજન

દિવ્યાંગજનો માટે એડ્સ એન્ડ એપ્લાયન્સીસની ખરીદી અને ફીટીંગ માટે દિવ્યાંગજનોને સહાય યોજના હેઠળ ભાવનગર જિલ્લામાં મૂલ્યાંકન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

સામાજિક ન્યાય મંત્રાલય દ્વારા શરૂ કરાયેલી ADIP યોજના હેઠળ દિવ્યાંગજનોને મૂલ્યાંકન કર્યા પછી જરૂરી સહાયક ઉપકરણો નિઃશુલ્ક આપવામાં આવે છે. 18 ડિસેમ્બર સુધી ચાલનારી આ મૂલ્યાંકન શિબિરનું આયોજન ઉજ્જૈનની ALIMCOના સહયોગથી કરવામાં આવ્યું છે.

અત્યાર સુધીમાં ભાવનગર શહેર, ભાવનગર ગ્રામ્ય, ઘોઘા, સિહોર, વલ્લભીપુર, ઉમરાળા અને તળાજામાં મૂલ્યાંકન શિબિર સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી છે. આ શિબિર માટે લાભાર્થીઓ અને NGO તરફથી ઉમળકાભેર પ્રતિસાદ મળી રહ્યો છે. 5મી ડિસેમ્બર, 2024ના રોજ શિબિર શરૂ થઈ છે. ત્યારથી અંદાજે 1 હજાર 500 લાભાર્થીઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. ભાવનગરનાં મહુવા, જેસર, ગારિયાધાર અને પાલિતાણા તાલુકા માટે વધારે શિબિરનું આયોજન પણ કરવામાં આવ્યું છે.