જાન્યુઆરી 2, 2025 8:52 એ એમ (AM)

printer

ભાવનગર જિલ્લામાં ગઈકાલે બસ અને બાઈક વચ્ચે અકસ્માત થતાં બાઈકચાલકનું મોત નીપજ્યું

ભાવનગર જિલ્લામાં ગઈકાલે બસ અને બાઈક વચ્ચે અકસ્માત થતાં બાઈકચાલકનું મોત નીપજ્યું હતું. ભાવનગરના અમારા પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે, જિલ્લાના એક બાઈકચાલક લાખણકાથી ભાવનગર જઈ રહ્યા હતા. દરમિયાન હાથબ ગામ પાસે અકસ્માત થતાં તેમનું મોત નીપજ્યું હતું. આ અંગે મૃતકના ભાઈએ બસચાલક વિરુદ્ધ ઘોઘા પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી છે.