ભાવનગર જિલ્લાનો શેત્રુંજી બંધ આ મોસમમાં ત્રીજી વખત 100 ટકા ભરાતાં પાલીતાણા તથા તળાજા તાલુકાના અસરગ્રસ્ત ગામડાઓને ચેતવણી અપાઈ. આ બંધ અગાઉ 17 જૂન અને 6 જુલાઈએ પણ 100 ટકા ભરાયો હતો. જિલ્લામાં વરસાદને લઈ શેત્રુજી બંધમાં પાણીની આવક શરૂ થઇ હતી.
દરમિયાન પાલીતાણા તાલુકાના અસરગ્રસ્ત ગામો નાની રાજસ્થળી, લાપાળીયા, લાખાવાડ, માયધાર અને મેઢા તેમજ તળાજા તાલુકાના ભેગાળી, દાત્રડ, પિંગળી, ટીમાણા, સેવાળીયા, રોયલ, માખણીયા, તળાજા, ગોરખી, લીલીવાવ, તરસરા અને સરતાનપરમાં ચેતવણી જાહેર કરવામાં આવી.
Site Admin | જુલાઇ 14, 2025 3:05 પી એમ(PM)
ભાવનગર જિલ્લાનો શેત્રુંજી બંધ આ મોસમમાં ત્રીજી વખત 100 ટકા ભરાતાં પાલીતાણા તથા તળાજા તાલુકાના અસરગ્રસ્ત ગામડાઓને ચેતવણી અપાઈ