ડિસેમ્બર 11, 2024 3:39 પી એમ(PM)

printer

ભાવનગર ખાતે ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી અને માહિતી ખાતાના સંયુક્ત ઉપક્રમે પત્રકારો માટે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘ફિટ ઇન્ડિયા- ફિટ મીડિયા’ વિઝન અંતર્ગત ભાવનગર ખાતે ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી અને માહિતી ખાતાના સંયુક્ત ઉપક્રમે પત્રકારો માટે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો. જેમાં પ્રિન્ટ તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયાના ૧૦૭ મીડિયાકર્મીઓએ મેડિકલ ટેસ્ટ કરાવી હેલ્થ સુરક્ષા સુનિશ્ચિત કરાવી હતી.
આ પ્રસંગે જિલ્લા કલેકટર આર. કે. મહેતાએ જણાવ્યું હતું કે, પત્રકારો સતત પરિશ્રમ કરતા હોય છે, તેમની સ્વાસ્થ્ય સુરક્ષા પણ અગત્યની છે, એટલા માટે જ રાજ્ય સરકારના માહિતી ખાતા દ્વારા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે