રાજ્યમાં પડેલા કમોસમી ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાય ગયું છે. તો ઘણી જગ્યા પર દુર્ઘટના પણ સર્જાય છે. અમરેલી જિલ્લામાં ભારે વરસાદને કારણે રામતલિયુ નદી પાસેના રાભડા-કણકોટ જવાના રસ્તાની બાજુમાં આવેલી દિવાલ તૂટી જતા રસ્તાનો મોટો ભાગ ધોવાઈ ગયો હતો. પોલીસે બંને તરફ બંદોબસ્ત ગોઠવીને વાહનવ્યવહારને સુરક્ષિત રીતે નિયંત્રિત કર્યો હતો.તો રાજુલા તાલુકા સહિતના વિસ્તારમાં ભારે વરસાદના પગલે વહીવટી તંત્ર એલર્ટ મોડ પર કામ કરી રહ્યું છે, ભારે વરસાદના રાજુલા તાલુકાના પાંચ જેટલા ગામો અસરગ્રસ્ત બન્યા છે. વહીવટી તંત્ર દ્વારા સલામતીના ભાગરૂપે રાજુલાના ઉચૈયા અને ભચાદરમાંથી 50-50 અને ધારાનાનેસ ગામેથી ૭૦ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.
Site Admin | ઓક્ટોબર 28, 2025 10:07 એ એમ (AM)
ભાવનગર, અમરેલી અને અન્ય વરસાદગ્રસ્ત વિસ્તારોમાંથી તંત્ર દ્વારા 170થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયાં