મે 13, 2025 9:06 એ એમ (AM)

printer

ભાવનગર અને મોરબીરમાં બે અલગ અલગ માર્ગ અકસ્માતમાં છ લોકોનો મોત

ભાવનગરમાં બે કાર વચ્ચે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે. જ્યારે બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે, ભાવનગર-અમદાવાદ ઍક્સપ્રેસ હાઈ-વૅ પર ગઈકાલે હેબતપુર અને સાંઢીડા ગામ વચ્ચે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં અમદાવાદમાં રહેતાં એક જ પરિવારના ચાર સભ્ય અને ભાવનગરના પાલિતાણાનાં એક મહિલાનું મોત નીપજ્યું છે. જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા બે લોકોની હાલમાં સર-ટી હૉસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે.બીજી તરફ, મોરબી-વાંકાનેર હાઈ-વૅ રોડ પર અકસ્માત સર્જાતા એક PSI એટલે કે, પોલીસ સબ-ઇન્સ્પેક્ટરનું મોત થયાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ રવિ મોટવાણી જણાવે છે, મૂળ ભુજના મોટા રૈયા ગામના રહેવાસી મૃતક PSI મોરબી મુખ્યમથક ખાતે ફરજ બજાવતા હતા. તેમના સ્કૂટરની ભારે વાહન સાથે ટક્કર થતાં તેમનું મોત નીપજ્યું હતું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.