ભાવનગરમાં હાઉસિંગ બૉર્ડનું ત્રણ માળનું મકાન તૂટી પડતાં એક વ્યક્તિનું મોત થયાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે, આનંદનગર વિસ્તારમાં હાઉસિંગ બૉર્ડનું આ મકાન ગઈકાલે રાત્રે 11 વાગ્યાની આસપાસ ધરાશાયી થતાં પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
મોડી રાત્રે અગ્નિશમન દળના કર્મચારીઓ સાડા ત્રણ કલાકની જહેમત બાદ કાટમાળમાં ફસાયેલા છ જેટલા લોકોને બહાર કાઢ્યા હતા. બનાવની જાણ થતાં જિલ્લા કલેક્ટર સહિત પોલીસના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
Site Admin | ઓક્ટોબર 14, 2025 3:31 પી એમ(PM)
ભાવનગરમાં હાઉસિંગ બૉર્ડનું ત્રણ માળનું મકાન તૂટી પડતાં એક વ્યક્તિનું મોત