ભાવનગરમાં 30-મી સિનિયર મહિલા ફૂટબોલ સ્પર્ધાની રાજમાતા જીજાબાઈ ટ્રૉફી 2025-26માં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ વચ્ચે મુકાબલો થયો, જેમાં મહારાષ્ટ્રનો પાંચ-એકથી વિજય થયો હતો. એમ. કે. ભાવનગર યુનિવર્સિટી ફૂટબૉલ મેદાન ખાતે 10 સપ્ટેમ્બરથી 14 સપ્ટેમ્બર સુધી રમાયેલી મૅચના છેલ્લા દિવસે પ્રથમ મૅચ જ આ બંને ટીમ વચ્ચે રમાઈ હતી. ઉપરાંત ગુજરાત અને ગોઆ વચ્ચે પણ મૅચ રમાઈ હતી. તેમાં અડધા સમય સુધી બંનેનો સ્કૉર શૂન્ય રહ્યો હતો.
બાદમાં ગોઆનાં ખેલાડી કરીસ્મા પુરસોત્તમે 66મી મિનિટે એક ગૉલ કરીને ગોઆને સરસાઈ અપાવી. આ સાથે ગુજરાતની ટીમ ક્વાલિફાય થવામાં નિષ્ફળ ગઈ હતી.
Site Admin | સપ્ટેમ્બર 15, 2025 7:13 પી એમ(PM)
ભાવનગરમાં યોજાયેલી મહિલાઓની ફૂટબૉલ સ્પર્ધાની રાજમાતા જીજાબાઈ ટ્રૉફીમાં મધ્યપ્રદેશ સામે મહારાષ્ટ્રનો વિજય