ડિસેમ્બર 21, 2025 3:24 પી એમ(PM)

printer

ભાવનગરમાં નાના પાણીયાળી ગામનાં “નમો ડ્રોન દીદી યોજના”થી મીરાંબેન રાઠોડ આત્મનિર્ભર બન્યાં

ભાવનગરમાં નાના પાણીયાળી ગામનાં “નમો ડ્રોન દીદી યોજના”થી મીરાંબેન રાઠોડ આત્મનિર્ભર બન્યાં છે. પાલિતાણા તાલુકામાં આવેલા ગામનાં વતની સુશ્રી રાઠોડે કહ્યું, તેઓ હાલ ખેતરમાં ડ્રૉનથી દવાનો છંટકાવ કરીને દર વર્ષે દોઢથી બે લાખ રૂપિયાની કમાણી કરી રહ્યાં છે. આ યોજના મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની સાથે વિકસિત ભારતની સંકલ્પનાને ખરા અર્થમાં સાર્થક કરશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો.