જાન્યુઆરી 4, 2026 10:06 એ એમ (AM)

printer

ભાવનગરમાં દ્વિ-દિવસીય હેલ્થ એક્સ્પોનો પ્રારંભ

ભાવનગર જવાહર મેદાન ખાતે કૃષિ મંત્રી જીતુ વાઘાણી અને કેન્દ્રિય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાએ દ્વિ-દિવસીય હેલ્થ એક્સ્પોનો પ્રારંભ કરાવ્યો હતો. ભાવનગર-બોટાદ ડિસ્ટ્રિક્ટ કેમિસ્ટ એસોસિયેશન દ્વારા એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે.આ પ્રસંગે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, એક્સ્પો થકી નોલેજ શેરીગ થવાની સાથે નાગરિકોને સારી અને સસ્તી દવાઓ વિશે માર્ગદર્શન મળી રહેશે.કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાએ જણાવ્યું કે, હેલ્થ એકસ્પો સમાજમાં સ્વસ્થ જીવનનો સંદેશ આપવાનું એક મજબૂત અભિયાન છે. આ એક્સ્પો દ્વારા લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિની સાથે સચોટ માહિતી પણ મળી રહેશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.