જુલાઇ 18, 2025 3:19 પી એમ(PM)

printer

ભાવનગરમાં એક અકસ્માતમાં 62 વર્ષનાં મહિલા અને 23 વર્ષના યુવકનું મોત

ભાવનગરમાં એક અકસ્માતમાં 62 વર્ષનાં મહિલા અને 23 વર્ષના યુવકનું મોત થયું છે. અમારા પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે, કાળિયાબીડ વિસ્તારમાં શક્તિ માતાના મંદિર નજીકથી પસાર થતી એક કારના ચાલકે કાબૂ ગુમાવતાં અકસ્માત સર્જાયો. આ કારની કેટલાક વાહનો અને લોકો સાથે ટક્કર થતાં બે લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે ઈજાગ્રસ્ત થયેલા ત્રણ લોકોને હૉસ્પિટલ ખસેડાયા છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.