ભાવનગરમાં આગામી 9 મી માર્ચ થી યોજાનાર “નમો સખી સંગમ મેળા ” અંગે કેન્દ્રીય રાજયમંત્રી નિમુબેન બાંભણીયા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. આ તકે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે , આ મેળામાં રાજ્યના તમામ જિલ્લાના મહિલા સ્વ સહાય જૂથોના 100 જેટલા સ્ટોલ કાર્યરત થશે.જેમાં આર્ટ અને ક્રાફટ, ઓર્ગેનિક ફૂડ,હેન્ડલુમ,બીડ વર્ક,કલા કારીગીરી ,શૃંગાર અને ખાદ્ય ચીજ વસ્તુઓનો સમાવેશ થશે. ઉલેખનીય છે કે , આ તકે
3 ગ્રામ સંગઠનોને કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ,2 સ્વ સહાય જૂથોને કેશ ક્રેડિટ લોનનું વિતરણ કરવામાં આવશે સાથે જ 40 લખપતિ દીદીને શિલ્ડ તેમજ કીટ આપી સન્માનિત કરવામાં આવશે.
Site Admin | માર્ચ 7, 2025 6:56 પી એમ(PM) | રાજયમંત્રી
ભાવનગરમાં આગામી 9 મી માર્ચથી “નમો સખી સંગમ મેળો” યોજાશે.
