ભાવનગરની શિશુવિહાર સંસ્થામાં કથાકાર મોરારિબાપુનાં અધ્યક્ષસ્થાને નાગરિક સન્માન કાર્યક્રમ યોજાઈ ગયો. શ્રી માનભાઈ ભટ્ટ સ્મારક નાગરિક સન્માન અર્પણ કરતાં મોરારિબાપુએ કહ્યું કે, સહાનુભૂતિ પછી પરોપકાર થાય તે સમાનાભૂતિ અનિવાર્ય છે. આ કાર્યક્રમમાં સેવાભાવી તબીબો નટુભાઈ રાજપરા તથા છોટાલાલ વર્મા, રચનાત્મક કાર્યકર્તાઓ અનુપમભાઈ દોશી તથા જિજ્ઞાબેન દવે અને અધિકારી રહેલાં મધુકાંતભાઈ ભાલાળા સન્માનિત થયાં.
Site Admin | જાન્યુઆરી 28, 2025 10:04 એ એમ (AM) | મોરારિબાપુ
ભાવનગરની શિશુવિહાર સંસ્થામાં કથાકાર મોરારિબાપુનાં અધ્યક્ષસ્થાને નાગરિક સન્માન કાર્યક્રમ યોજાઈ ગયો
